Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના વિરાણી ખીજડિયા ગામના યુવાનનું ઊંઘની હાલતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ

હૃદયરોગનો હુમલો ઘાતક નિવડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ધ્રોલના વિરાણી ખીજડીયા ગામમાં રહેતા એક યુવાન સોમવારની રાત્રે સૂતા હતા ત્યારે મધરાત્રે છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી દવાખાને ખસેડાયા હતા. જ્યાં તેમનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે.

ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામમાં વસવાટ કરતા મુકેશભાઈ પૂનાભાઈ ગોહિલ નામના પિસ્તાલીસ વર્ષના યુવાન સોમવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી ત્રણેક વાગ્યે તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

આ યુવાનને તેઓના પરિવારજનોએ પડધરીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મૃતકના મોટાભા રમેશભાઈ પૂનાભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh