Advertisement
Author: નોબત સમાચાર

લિવ ઈન રીલેસનશીપમાં રહેતા યુવાનની હત્યાના કેસમાં આરો૫ીની જામીન અરજી રદ્દ

યુવતીના પરિવાર સાથે હત્યાનો આરોપ છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક યુવાને લિવ ઈન રીલેસનશીપમાં યુવતી સાથે વસવાટ શરૂ કર્યા પછી તેને સ્કૂટરમાં ઉપાડી જઈ યુવતીના પરિવારે બેફામ માર મારતા આ યુવાનનંુ મૃત્યુ નિપજ્યું હતું. આ ગુન્હાના એક આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં કરેલી અરજી રદ્દ કરાઈ છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા આશિષભાઈ અસ્વાર નામના યુવાને એક યુવતી સાથે લિવ ઈન રીલેસનશીપ કરી વસવાટ શરૂ કર્યાે હતો. તે પછી ગઈ તા.૬-પ-૨૫ના દિને આશિષને તે યુવતીએ ફોન કરતા ફોન રીસીવ થયો ન હતો. તે પછી શરૂ કરાયેલી તપાસમાં આશિષનો ફોન પાનની એક દુકાનવાળાએ રીસીવ કરી આશિષને બે શખ્સ એક્ટિવામાં ઉપાડી ગયાનું જણાવ્યું હતું.

ત્યારપછી આ યુવતીએ પોતાના ફઈને ફોન કરતા આશિષને આ યુવતીના પિતા વિક્રમભાઈ, ફૂઆ રામદેભાઈ તથા ફઈ નિરૂબેન પોરબંદર તરફ લઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું અને તે પછી કનસુમરાની સીમમાંથી આશિષ અસ્વાર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી પૈકીના વિવેક કારાભાઈ બોખીરીયાએ આ કેસમાં ફરિયાદી હોસ્ટાઈલ થયા છે, ચાર્જશીટ થઈ ગયું છે તેમ જણાવી જામીન અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh