Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૪ ફેબ્રુઆરી, મંગળવાર અને ફાગણ સુદ આઠમનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આવેશ-ઉશ્કેરાહટમાં આવીને કામ કરવું નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની ગણતરા-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ઘરાકીથી આપને આવક થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૭-૮

 

Leo (સિંહ: મ-ટ)

જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધિથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામ અંગે દોડધામ રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સાસરી, મોસાળપક્ષના કામ અંંગે વ્યસ્તતા  રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે આરોગ્યની કાળજી રાખીને કામ કરવું. સિઝનલ-વાયરલ બીમારીઓથી સંભાળવું. વાહન ધીરે ચલાવવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં સરળતા મળી રહેવાથી કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh