Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"ઉટો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો" નો યુવાનોને સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદ હોય કે જેની એક હાકલ પર આખો દેશ બ્રિટિશ સલ્તનત સામે સત્યાગ્રહમાં જોડાઈ જતો હતો અને સામી છાતીએ અહિંસક આંદોલનો કરતો હતો અને જુલ્મી શાસકોના નિર્દય સૈનિકો કે સુરક્ષા જવાનોનો અમાનુષી અત્યાચાર સહન કરતો હતો, તે દેશને કોઈપણ આંતરિક કે બાહ્ય પરિબળો દબાવી જાય, ડરાવી જાય કે ગેરમાર્ગે દોરી જાય એ વાતમાં માલ નથી. આપણા દેશની પરિપક્વ લોકશાહીના સમજદાર મતદારોએ ઘણી વખત પોતાનો પરચો રાજ્યની વિધાનસભાઓ અને દેશની લોકસભામાં પણ બતાવ્યો છે અને તોતીંગ બહુમતી અને બધી રીતે શક્તિશાળી રાજકીય પક્ષોને પણ ઘરભેગા કરી દેવાની તાકાત બતાવી છે. ફિલગુડ ફેકટર અને ઈન્ડિયા શાઈનીંગ જેવા સૂત્રો તથા કોન્સેપ્ટ સાથે વર્ષ ૨૦૦૪માં પુનઃ જનાદેશ મેળવવા મેદાનમાં ઉતરેલી વાજપેયી સરકાર બે દાયકા પહેલાનો તથા તાજેતરમાં દિલ્હીની કેજરીવાલ સરકારના ૨૧મી સદીના તાજા ઉદાહરણો છે.
હવે બિહારની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા પછી આખો દેશ અને રાજકીય પક્ષો ચૂંટણીના ચક્રવાતથી ઘેરાઈ જશે અને ચૂંટણીપંચે પણ બિહારની વિધાનસભાની ચૂંટણી છઠ્ઠ પર્વની જેમ ઉજવવાની હાકલ કર્યા પછી બિહારની જનતા પણ બિહારની વિધાનસભાની ચૂંટણીના પવનવેગી પ્રચાર અને રેલીઓ, સભાઓ, ભાષણબાજીની આતશબાજી આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મિસાઈલ તથા ગુલબાંગોના વિમાનોની "મોજમસ્તી" માણતી જોવા મળશે. તો દેશની જનતા બિહારની ચૂંટણીના પ્રચાર પછી ત્યાંના મતદારો કેવો જનાદેશ આપશે તેની કુતૂહલતાપૂર્વક રાહ જોશે.
પ્રિન્ટ મીડિયામાં તો બિહારની ચૂંટણીનું કવરેજ ઘણું વધવા જ લાગ્યું છે અને ઈલેકટ્રોનિક મીડિયા, ટી.વી.ચેનલોમાં ગરમાગરમ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે તો સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ અદ્યતન પ્રકારનો જ પ્રચાર શરૂ થયો છે, જે બહુ નિયંત્રિત કે અંકુશિત નહીં હોવાથી ચૂંટણીપંચ માટે પણ સોશ્યલ મીડિયાના પ્રચારનું નિયમન કરવું અઘરૃં પડી શકે છે., તે ઉપરાંત ઈન્ટરનેટ યુગમાં બ્લોગ, વેબસાઈટ્સ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ચૂંટણી પ્રચારમાં વધી રહેલો ઉપયોગ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે એક હાથવગો વિકલ્પ બનશે, જ્યાર ચૂંટણીપંચ માટે આ વિકલ્પ પર દેખરેખ રાખવી પણ પડકારરૂપ બનવાની છે !
એક તરફ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં વધી રહ્યો છે. તો બીજી તરફ તેના ફાયદા અને ગેરફાયદા અંગે પણ ગ્લોબલ ચર્ચા શરૂ થઈ ગઈ છે. એ.આઈ.ના જોખમો પણ ઘણાં છે અને ફાયદા પણ ઘણાં છે, તેથી તદ્વિષયક નિષ્ણાતો, તજજ્ઞો અને વિચારકો તથા વિશ્લેષકો ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારો અને બ્યુરોક્રેટ્સમાં પણ આ મુદ્દે કન્ફયુઝન જોવા મળી રહ્યું છે.
ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના કારણે જંગી સંખ્યામાં લોકો બેકાર થઈ જશે અને શિક્ષિત બેરોજગારોનો ડુંગર ખડકાઈ જશે, મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ છીનવાઈ જશે, તેવો ભય અથવા આશંકા સામે, એ.આઈ.થી રોજગારી ઘટશે નહીં, પરંતુ વધશે અને યુવાવર્ગને આગળ વધવાની નવી દિશા મળશે અને શિક્ષિત રોજગારીનું પ્રમાણ એટલું વધી જશે કે તેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય, તે પ્રકારની દલીલો પણ થઈ રહી છે, અને તેને તાર્કિક ઢબે પણ સમજાવાઈ રહ્યું છે.
આ પ્રકારની અસમંજસ વચ્ચે વિશ્વ બેંકના દક્ષિણ એશિયાના ચીફ ઈકોનોમિસ્ટ ફ્રાન્ઝિસ્કા ઓહસોર્જે એવો દાવો કર્યો છે કે ભારતને કૃત્રિમ બુદ્ધિમતા અથવા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી આર્થિક ક્ષેત્રે ઘણો લાભ થવાનો છે. ભારતને એ.આઈ.ના કારણે વ્યાપક ખાનગી રોકાણનો ફાયદો થઈ શકે છે. ભારત એ.આઈ.નો લાભ ઉઠાવવા માટે સક્ષમ છે, અને સારી સ્થિતિમાં છે. ભારતના લોકો પણ એ.આઈ.ને ઝડપભેર સ્વીકારવા લાગ્યા છે. આ ક્ષેત્રે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ અસાધારણ રીતે વધી રહ્યું છે. જો કે, તેમણે ભયસ્થાનો તરફ અંગૂલિ નિર્દેશ કરતા કહ્યું કે મેક્રો-ઈકોનોમિકલ ફિગર્સ ચેઈન્જ બદલવા માટે આ પ્રગતિ પર્યાપ્ત રહેશે કે નહીં, તે કહેવું ઘણું જ મુશ્કેલ છે.
બીજી તરફ તેમણે કહ્યું કે તે મુજબ ભારતનો એ.આઈ. રેડીનેસ ઈન્ડેક્સ લગભગ વિકસિત દેશોની સમકક્ષ પહોંચ્યો છે, બીપીઓ સેકટરમાં ચેટ જીપીટી શરૂ થયા પછી નોકરીની તકો વધી છે અને એ.આઈ. કૌશલ્યવાન યુવાવર્ગની પોસ્ટીંગ કુલ પોસ્ટીંગના ૧૨ ટકા સુધી પહોંચી ગયો છે. ચેટ જીટીપી શરૂ થયા પછી કોમ્પ્યુટર સર્વિસિઝનું એક્સપોર્ટ ૩૦ ટકા વધ્યું છે. હજુ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટની ગતિ આ ક્ષેત્રે ધીમી જણાય છે, પરંતુ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતમાં રોકાણવૃદ્ધિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સરખામણીમાં થોડી નબળી દેખાતી ભારતની એફડીઆઈ મજબૂતીથી વધી રહી હોવાના ફ્રાન્ઝિસ્કા દાવામાં કેટલો દમ છે, તે હવે ખબર પડશે, પરંતુ સોશ્યલ મીડિયા અને એ.આઈ. લાભદાયી છે કે હાનિકર્તા, કે અનિવાર્ય પ્રકારનું રિસ્ક ? તે સવાલોનો જવાબ શોધવો પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial