Advertisement
Author: નોબત સમાચાર

સલાયા ન.પા. સદસ્ય અને સામાજિક કાર્યકરનું અવસાન

અકાળે નિધનથી ગ્રામજનોમાં દુઃખની લાગણીઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૮: સલાયા નગરપાલિકાના સદસ્ય (આમ આદમી પાર્ટી) અને સામાજિક કાર્યકર ઈશાભાઈ કારા (ઉ.વ. પર) નું ગઈકાલે અકાળે અવસાન થયું હતું.

ઈશાભાઈને શ્વાસની તેમજ બીપીની વધુ તકલીફ થતા એમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં સારવાર દરમિયાન હૃદય થંભી જતા એમનું દુઃખદ અવસાન થયું હતું.

આ સમાચાર સલાયામાં મળતા ગ્રામજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી હતી. ઈશાભાઈ નગર પાલિકાના સદસ્ય હોવા ઉપરાંત ગ્રામજનોના નાના-મોટા દરેક પ્રશ્નોમાં લોકોને મદદ કરતા હતાં. લાઈટ અને પાણીના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા ઈશાભાઈ હંમેશાં હાજર રહેતા તેમજ કિટલીવારા ડાડાના ઉર્ષમાં તેમજ મોહરમમાં ઈશાભાઈ સેવા આપતા હતાં. આવા સારા વ્યક્તિનું અકાળે મૃત્યુ થતા હિન્દુ-મુસ્લિમ દરેક સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh