Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પુણ્યતિથિની ઉજવણી

શ્રી બાલા હનુમાન મંદિરે 'અખંડ રામધૂન' નાં પ્રણેતાની પુણ્યતિથિએ યોજાયો ધર્મોત્સવ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર આવેલ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં અખંડ રામધૂનનાં પ્રણેતા બ્રહ્મલીન શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬ મી પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. સવારે ધ્વજા પૂજન, વિશેષ આરતી સહિતનાં આયોજનો થયા હતાં. બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીય ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભક્તો દ્વારા વિશેષ રામધૂન બોલાવવામાં આવી હતી. સમગ્ર ધર્મોત્સવનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh