Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી સાત ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને પ્રકૃતિક આવાસ બરડાના જંગલમાં મુક્ત કરાયો હતો.
ભાણવડમાં નવાગામ રોડ પર વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મગરના આંટાફેરાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ગઈ રાત્રે આ મહાકાય મગર ખેતરમાં જોવા મળતા વિજય ખીંટીએ તાકીદે રેસ્ક્યુલર અશોકભાઈ ભટ્ટને જાણ કરતા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ, ભાણવડ વન વિભાગના ટ્રેકર્સ દોડી ગયા હતાં, અને મગરને પકડી પાડી બરડા ડુંગર વિસ્તારમાં મુક્ત કરાયો હતો. આ કામગીરી માટે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અશોકભાઈ ભટ્ટ તેની ટીમ અને વન વિભાગની ટીમનો આભર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial