Advertisement
Author: નોબત સમાચાર

અલવરની આગમાં ૭ શ્રમિકો જીવતા ભૂંજાયાઃ વિસ્ફોટનું કારણ હજુ અકબંધ

રાજસ્થાનના ખુશ ખેડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છવાયો માતમઃ

                                                                                                                                                                                                      

જયપુર તા. ૧૬: રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ પછી ભીષણ આગ લાગતા ૭ શ્રમીકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના જીવતા ભૂંજાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે.

આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરળા સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરીરહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ કરૂણ ઘટના બની હતી. પ્લોટ નંબર જી-૧, ૧૧૮ માં આવેલી આ ફેક્ટરી છેલ્લા ઘણાં મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધૂમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં ૭ લોકો જીવતા સળગી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યા પછી ફેક્ટરીની અંદર ૩ થી ૪ વાર જોરદાર ધડાકા થયા હતાં. આ ધડાકા એટલા પ્રચંડ હતાં કે તેનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળ્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેક્ટરીની અંદર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો ફાટવાને કારણે આ ધડાકા થયા હોઈ શકે છે.

આગની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ડઝનથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પૂંઠાનો સ્ટોક હોવાથી આગને કાબૂમાં લેતા ફાયર ફાઈટરોને ભારે જહેમત ઊઠાવવી પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ભિવાડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અંદર પડેલા જવલનશીલ પદાર્થોને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું અનુમાન છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ કરી છે કે જ્યારે ફેક્ટરી બંધ હતી ત્યારે અંદર આટલા લોકો શું કામ કરી રહ્યા હતાં અને વિસ્ફોટ પાછળનું અસલી કારણ શું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh