Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે રાત્રે ત્રાટક્યા તસ્કરોઃ
જામનગર તા. ૨૯ઃ સલાયામાં વાલ્મિકીવાસમાં રહેતા એક સફાઈ કર્મચારીના મકાનમાં શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં સોનાના ચેઈન, પેંડલ, બુટી, લક્કી, સોનાના પારા, પાંચ વીટી અને રૃા.૧૦ હજાર રોકડા મળી રૃા.૩ લાખ ૩૦ હજારની મત્તાની ચોરી થઈ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રેલવે સ્ટેશન રોડ પર વાલ્મિકીવાસમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ બારીયા નામના આસામીના મકાનમાં ગયા શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ચોરી થઈ ગઈ છે.
સફાઈ કામદાર તરીકે કામ કરતા કાંતિભાઈ તથા તેમના પરિવારજનો શનિવારે રાત્રે અગિયારેક વાગ્યે બહાર ગયા પછી રવિવારે સવારે નવ વાગ્યે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાં કોઈ રીતે ઘૂસી ગયેલા તસ્કરે ખાંખાખોળા કરી કબાટ શોધી કાઢયો હતો અને તેમાંથી સોનાના બે ચેઈન, સોનાના બે પેંડલ, કાનની બુટી, લક્કી તેમજ સોનાના દસ પારા અને પાંચ વીટી ઉપરાંત રૃા.૧૦ હજારની ઉઠાંતરી કરી છે.
સવારે ઘરે આવ્યા પછી ચોરીની જાણ થતાં ગઈકાલે કાંતિભાઈએ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃા.૩ લાખ ૩૦ હજારની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial