Advertisement
Author: નોબત સમાચાર

જામનગર હરીઓમ ચેરી. ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા યોજાશે

આગામી તા. ૨૩થી ૩૧ માર્ચ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૨૩-૩ થી તા. ૩૧-૩ સુધી વિકટોરીયા પૂલ પાસે હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજની જગ્યામાં જાણીતા જ્યોતિષાચાર્ય અને કથાકાર ડો. મહેન્દ્રભાઈ પંડયા (રૂષિરાજ) ના વ્યાસાસને શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય બપોરે ૨ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રહેશે. આ ધાર્મિકોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થશે. દરરોજ નવદૂર્ગા પૂજન (ગોરણી શણગાર)નું તેમજ બહારગામના અને જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh