Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેનો પ્રથમ જન્મ દિવસ ઉજવાતો એ બાળકી પણ મૃત્યુ પામી !
મુંબઈ તા. ૨૮: વિરાર વિસ્તારમાં ૪ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. તેમાં ૧૫ લોકોના મોત થયા છે, ને અનેક લોકો ઘાયલ થયા છે. આ દિવસે જેનો પ્રથમ જન્મ દિવસ ઉજવાતો તે બાળકીનું પણ મૃત્યુ થયુ છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. અહીં વિરાર વિસ્તારમાં આવેલી એક ઇમારત ધરાશાયી થતા ૧૫ લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કરુણ કિસ્સો એ છે કે, એક બાળકીનો પ્રથમ જન્મ દિવસ હતો. તે પણ આ ઇમારત ધરાશાયીની દુર્ઘટનામાં મૃત્યુ પામી છે.
મુંબઇના વિરાર પૂર્વ વિસ્તારમાં આવેલી નારંગી રમાબાઇ ૪ માળની ઇમારત ધરાશાયી થઇ છે. જેમાં ૧૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અને બે લોકો ગુમ થયા છે. એક વર્ષની બાળકીનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયુ છે. એક વ્યક્તિ ગંભીરરુપથી ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઇમારત ધરાશાયી થતા બચાવકાર્ય પુરજોશમાં શરુ કરાયુ છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા છે. જેમને બચાવવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
આ દુર્ઘટના મોડી રાત્રે થઇ હતી. મુંબઇના વિરાર પૂર્વ વિસ્તારમાં આવેલી નારંગી રમાબાઇ ઇમારત ૨૦૧૨માં બનાવવામાં આવી હતી. જેને બીએમસીએ જર્જરીત ઇમારત જાહેર કરવામાં આવી હતી. ઇમારત બનાવનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટના બાદ વસઇ-વિરાર નિગમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે પછી આ ધરપકડ કરવામાં આવી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને રાહત કાર્ય હાથ ધર્યુ હતુ. પાલઘર જિલ્લાના કલેક્ટર ઇન્દુ રાનીએ કહૃાું હતું કે, આ કાટમાળ નીચે વધુ લોકો ફસાયા છે. આ ઇમારતનું કામ જટીલ હોવાથી તેનો કાટમાળ હટાવવામાં મુશ્કેલીઓ આવી રહી છે. મશીનો પણ આ કાટમાળ હટાવી શકવામાં સફળ નથી થઇ રહૃાા. આ ઇમારત ગેરકાયદે હોવાનું નગર નિગર કમિશનરે જણાવ્યુ છે. ઇમારત ધરાશાયી થતા આસપાસની ચોલ પણ ખાલી કરાવવામાં આવી છે. અહીંના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial