Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે ફોડ્યો ટેરિફ બોમ્બ
વોશિંગ્ટન તા. ૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ટેરિફ ઝીંક્યો છે, અને ફાર્મા પર ૧૦૦ ટકા ટેક્સ નાખ્યો છે, જો કે સ્ટીલ-એલ્યુમિનિયમ જેવા મેટલ્સને રાહત આપી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે. તેમણે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ટેક્સ વધારીને ૧૦૦ ટકા કરી દીધો છે, જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા મેટલ્સ પરનો ટેક્સ ઘટાડીને રપ ટકા કરી દીધો છે. ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે.
જે કંપનીઓ આ શરત નહીં માને, તેમને અમેરિકન બજારમાં ટકી રહેવા માટે ભારે ટેક્સ ચૂકવવો પડશે. જે કંપનીઓ પોતાનું થોડુંઘણું ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરશે, તેમને ર૦ ટકા ટેક્સના દાયરામાં રાખવામાં આવશે.
જો કે, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા અમેરિકાના નજકના વેપારી મિત્રો માટે આ ટેક્સની મર્યાદા ૧પ ટકા નક્કી કરવામાં આવી છે. બીજી તરફ સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર લાગતી ડ્યુટીમાં મોટી રાહત અપાઈ છે. પહેલા આ મેટલ્સ પર પ૦ ટકા ટેક્સ હતો, જે હવે ઘટાડીને રપ ટકા કરાયો છે.
આ પગલાંથી અમેરિકામાં ઘરઆંગણે ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી રહેશે. આ નવા ટેક્સ પાછળનું એક કારણ સુપ્રિમ કોર્ટનો જુનો આદેશ પણ છે. ફેબ્રુઆરીમાં કોર્ટે ટ્રમ્પના અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવ્યા હતાં, જેના કારણે સરકારને ૧૬૬ અબજ ડોલર રિફંડ આપવા પડ્યા હતાં.
આ આર્થિક નુક્સાનની ભરપાઈ કરવા ટ્રમ્પ આ નવો નિયમ લાવ્યા છે. ફાર્મા કંપનીઓને આ ફેરફાર લાગુ કરવા માટે ૧ર૦ થી ૧૮૦ દિવસનો સમય અપાયો છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે દવાઓ પરના આકરા ટેક્સને કારણે સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial