Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂના આઠ ચપલા પકડી પાડતી પોલીસ

ચાંદી બજારમાંથી બે બોટલ સાથે એક ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ધ્રોલના મોરબી નાકા પાસે આવેલા એક શખ્સના મકાનમાંથી ગઈકાલે પોલીસે ઈંગ્લીશ દારૂના આઠ ચપલા કબજે કર્યા છે. જ્યારે ચાંદી બજાર નજીક પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો છે.

ધ્રોલના મોરબી નાકા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલી વચલી બ્રહ્મપોરમાં પરેશ લક્ષ્મણભાઈ પરમાર ઉર્ફે કપુડો નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના આઠ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં લાવડીયા ગામના વિજયસિંહ શિવરાજસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી વિજયસિંહની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh