Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઃ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યોઃ ૧પ૭પ ફોર્મ ઉપડ્યા

આજે દિવસભર સેન્સ પ્રક્રિયા ચાલશેઃ વોર્ડ નંબર ૧ થી ૮ માટે ફ્રેન્ડઝ હોલમાં નેતાઓ-દાવેદારોનો જમાવડો

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકામાં ભાજપમાંથી 'સેવા' કરવા માટે સેવાર્થીઓનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે ફોર્મ વિતરણમાં ૧પ૭પ ફોર્મ ઉપડ્યા હતાં. આજે દિવસભર સેન્સ પ્રક્રિયા ચાલનાર છે. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. બીજી રફ રાજકીય ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે. જામનગરમાં ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારી પત્રો આપવાનું શરૂ થયું હતું, જેમાં ચૂંટણી લડવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતોઅને મળતી માહિતી મુજબ ૧૬ વોર્ડની ૬૪ બેઠકો છે. તે માટે ૧પ૭પ ફોર્મ ઉપડ્યા હતાં. એટલે ફક્ત ભાજપમાંથી સેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે દિવસભર ચાલનાર છે. વોર્ડ નંબર ૧ થી ૮ માટે ફ્રેન્ડઝ હોલમાં સેન્સ લેવામાં આવી રહી છે, જેમાં નિરીક્ષકો તરીકે કેશુભાઈ પટેલ (ધારાસભ્ય), ભૂષણભાઈ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય) અને તેજલબેન નાયી (પ્રદેશ કારોબારી સભ્ય) અને વોર્ડનંબર ૯ થી ૧૬ માટે ભાજપના શહેર કાર્યાલયમાં સેન્સ લેવામાં આવે છે, જેમાં નિરીક્ષકો તરીકે અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય), નૌૈકાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મંત્રી) અને ગૌતમભાઈ શાહ (પ્રદેશ કારોબારી સભ્ય) છે. આગામી તા. ૬ થી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh