Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુર્કિયેમાં યોજાયેલી ટેકનોફેસ્ટ મોડેલ સેટેલાઈટ કોમ્પિટીશનમાં
જામનગર તા. ૧૧: તાજેતરમાં તુર્કિયેના અક્સારાય શહેરમાં સૌથી મોટી એરોસ્પેસ તથા ટેકનોલોજી ફેસ્ટ તરીકે જાણીતી ઈન્ટરનેશનલ ''ટેકનોફેસ્ટ મોડેલ સેટેલાઈટ કોમ્પિટીશન'' યોજાઈ હતી.
આ કોમ્પીટીશનમાં વિશ્વભરમાંથી ૮૦ થી વધારે ઈન્ટરનેશનલ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઈસ્તંબુલ ટેકનિકલ યુનિવર્સિટી, પોલીટેકનિક ઈલેકટ્રોનિકા નેગેરી સુરાબાયા (ઈન્ડોનેશિયા), યુનિવર્સિટી સાયન્સ (મલેશિયા), યુનિવર્સિતાસ ગજાહ માડા (ઈન્ડોરેનેશિયા), યુનિવર્સિટી ઓફ દિલ્હી જેવી સંસ્થાઓની ટીમે ભાગ લીધો હતો.
આ પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ કોમ્પિટીશનમાં નિરમા યુનિવર્સિટીના એસએઈ કોલેજીયેટ ક્લબની ''ટીમ ડાયસ''એ 'કેનસેટ' (કેન સાઈઝનું સેટેલાઈટ)નું મોડેલ પ્રસ્તુત કરી તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન નિષ્ણાતો અને નિર્ણાયકોની સમક્ષ રજુ કર્યું હતું. સતત ૬ મહિના સુધી ટીમ ડાયસના ટીમ મેમ્બર્સ હર્ષ ત્રિવેદી (જામનગર), ધ્યાની રાવલ, નિષ્કા પંડ્યા, વેદાન્ત પટેલ, આર્ય પટેલ અને પ્રેયા પટેલે ફેકલ્ટી મેમ્બર ડૉ. અબ્સર લાકડાવાલા તથા ડૉ. ધવલ શાહના માર્ગદર્શન હેઠળ આ કેનસેટ તૈયાર કર્યું હતું. જેમાં મલ્ટીપલ ટેકનિકલ મિશન હાલના એન્વાયરમેન્ટને અનુલક્ષીને કાર્યરત થઈ શકે તેવી ટેકનિક પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
ટીમ ડાયસના વિદ્યાર્થીઓની ટીમના સતત હાર્ડ વર્ક, સંશોધન અને એન્જિનિયરીંગ એક્સલેન્સની આ કૃતિને સમગ્ર કોમ્પિટીશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સાતમું અને સમગ્ર એશિયામાં ગૌરવવંતુ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. આ સિદ્ધિ માટે નિરમા યુનિવર્સિટીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial