Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવાસો કિલો ભળેલો વાયર, મોટર કબજેઃ
જામનગર તા. ૪: ધ્રોલની પીયાવા ચોકડી તથા જોડીયાના ખીરી ગામમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ત્રણેક દિવસ પહેલાં અંદાજે રૂ।.ર લાખ ૪૦ હજારની કિંમતનો ૧ર હજાર મીટર કોપર વાયર ચોરાઈ ગયો હતો તેની તપાસમાં પોલીસે પાંચ શખ્સને સવાસો કિલો ભળેલા વાયર સાથે દબોચી લીધા છે. આ શખ્સોની મોટર, ચાર મોબાઈલ, ચોરીમાં વાપરેલા સાધનો સહિત રૂ।.૪,૪૫,૧૭૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
ધ્રોલ નજીક આવેલા હરીપર-પીયાવા ગામની ચોકડી પાસે સોલાર પ્લાન્ટમાં ગયા મંગળવારની સાંજથી બુધવારની સાંજ સુધીમાં જુદા જુદા સ્થળેથી રૂ।.ર લાખ ૪૦ હજારની કિંમતના ૧૨ હજાર મીટર કોપર વાયરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં ધ્રોલ પોલીસને બાતમી મળી હતી.
તે બાતમીના આધારે ધ્રોલ નજીકથી જીજે-પ-આરએલ ૮૯૫૮ નંબરની ટ્રીબર મોટર આંતરી લેવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ૧૨૫ કિલો ભળેલા વાયર સાથે જામનગરના બેડેશ્વરમાં રહેતા બશીર હનીફ ચૌહાણ તેમજ સિક્કાના હુસેન અયુબ મેપાણી ઉર્ફે લેંઘો, આરીફ ઈશા તાયાણી, અસલમ ઈશા તાયાણી અને આસીફ હારૂન મેપાણી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.
પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત વાયરચોરીની કબૂલાત આપી છે. પોલીસે મોટર, વાયર, ચાર મોબાઈલ સહિત રૂ।.૪ લાખ ૪પ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial