Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા સમાજની વાડીમાં ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિરમાં રામ જન્મોત્સવની મહાઆરતી

રામનવમી મહાપર્વની ભક્તિભાવથી ઉજવણી

                                                                                                                                                                                                      

આજે રામનવમીના પાવન પર્વ નિમિત્તે લોહાણા સમાજ વાડીમાં બિરાજમાન ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિરમાં રામ જન્મોત્સવની મહાઆરતી અને પૂજા કરવામાં આવી હતી, જેમાં લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ તેમજ ર્હષદભાઈ જોબન૫ુત્રા, અશોકભાઈ જોબનપુત્રા તથા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, અરવિંદભાઈ પાબારી, દિનેશભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, મુકેશભાઈ રાડીયા, પાર્થભાઈ સુખપરિયા, દર્શનભાઈ ઠક્કર, ગોવિંદભાઈ મોરઝરિયા વિગેરેની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી. જીતુભાઈ લાલના હસ્તે પીપળાના વૃક્ષનું તેમજ સમાજવાડીમાં આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરમાં જલાભિષેક સાથે પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી રામચંદ્રજીના મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh