Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું, જે ખૂબ જ ચાલાક અને ભોળું હતું.
ઉનાળાના દિવસની એક વાત છે. શિયાળને સખત ભૂખ અને તરસ લાગી હતી. ખોરાકની શોધમાં તે આમતેમ ભટકતું હતું.
ચાલતા-ચાલતા તે એક વાડી પાસે આવી પહોંચ્યું. વાડીમાં તેણે જોયું તો વેલાઓ પર મીઠી-મીઠી જાંબલી દ્રાક્ષના ઝૂમખાં લટકી રહૃાાં હતાં. દ્રાક્ષ ખૂબ જ રસદાર અને લાલચ આપે તેવી હતી.
શિયાળે વિચાર્યું, ''વાહ! કેટલી સરસ દ્રાક્ષ! આને ખાઈને તો મારી ભૂખ અને તરસ બંને શાંત થઈ જશે.''
શિયાળ દ્રાક્ષ ખાવા માટે તૈયાર થયું. પરંતુ દ્રાક્ષ જમીનથી ઘણી ઊંચાઈએ હતી.
શિયાળે દ્રાક્ષ સુધી પહોંચવા માટે ખૂબ કોશિશ કરી.
પહેલાં તો તે ઊંચું કૂદ્યું, પણ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં. ફરી તેણે થોડી દૂર જઈને જોરથી દોડીને કૂદકો લગાવ્યો. પણ નિષ્ફળ ગયું. તેણે ફરીને, ફરીને, વારંવાર કૂદકા માર્યા, પણ દરેક વખતે તે નિષ્ફળ ગયું. કૂદકા મારવાથી તે થાકી ગયું અને તેના પગ દુખવા લાગ્યા.
ઘણી મહેનત કર્યા પછી પણ જ્યારે તે એક પણ દ્રાક્ષ સુધી પહોંચી ન શક્યું, ત્યારે શિયાળ ગુસ્સે થઈ ગયું.
તેણે હતાશ થઈને વિચાર્યુંઃ ''આટલી બધી મહેનત કરી પણ હાથમાં કંઈ આવ્યું નહીં! આ દ્રાક્ષો તો નકામી છે. તેને ખાવામાં મજા નહીં આવે.''
અંતે, શિયાળે મોં મચકોડ્યું અને નાક ચડાવ્યું. તેણે મનમાં કહૃાું, ''આ દ્રાક્ષ તો ખાટી છે!'' આમ કહીને શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું.
બોધઃ- જે વસ્તુ આપણને મળતી નથી, તેને આપણે ખરાબ કે નકામી ગણવા લાગીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial