Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસ મિટ્ટી મેં રકત વીરો કા હૈ, યહ ગર્વ કલશ 'આહિરો' કા હૈ
ભારત - ચીન વચ્ચેનાં યુદ્ધમાં રેઝાંગલા પોસ્ટ પર ૧૯૬૨ માં ચીનનાં ત્રણ હજાર સૈનિકો વિરુદ્ધ ભારતનાં ૧૨૦ જવાનોએ અતુલ્ય પરાક્રમ દાખવી શત્રુ દેશનાં અનેક જવાનોનો ખાત્મો કરી શહીદી વહોરી હતી. આ ૧૨૦ બલિદાનની જવાનોમાં ૧૧૪ જવાન આહિર હતા. જેમનાં બલિદાનને વંદન કરવા તથા ભારતીય સૈન્યમાં આહિર રેજીમેન્ટની માંગ પ્રચંડ બનાવવા અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભા દ્વારા રેઝાંગલા માટી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. લગભગ ૮ રાજ્યોમાં પસાર થનાર આ યાત્રા ગઇકાલે જામનગર આવી પહોંચી હતી અને સોહમ નગર આહિર સમાજ, સમર્પણ સર્કલ,દિગ્જામ સર્કલ,શ્રી ખોડીયાર મંદિર, ઓશવાળ સેન્ટર, મહારાણા પ્રતાપ સર્કલ, લાલ બંગલા, ગુલાબનગર સહિતનાં સ્થળોએ આહિર સમાજનાં આગેવાનો તથા અન્ય મહાનુભાવો દ્વારા માટી કળશ યાત્રાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતું. આહિર સમાજનાં પ્રમુખ વશરામભાઇ આહિર, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ,પ્રવિણભાઈ માડમ, લીરીબેન માડમ,હરદાસભાઇ કંડોરીયા, ગિરીશભાઇ ડેર, પરબતભાઇ માડમ, મુળુભાઇ કંડોરીયા, રામદેભાઇ કરંગીયા, કિશનભાઇ માડમ, રણમલભાઇ કરંગીયા, કે.બી.ગાગીયા,હેમંતભાઇ ખવા, અમીતાબેન બંધીયા, જીતેન્દ્રભાઇ ગોરીયા,કેશુભાઈ માડમ, મેરામણભાઇ ભાટુ, કરશભાઇ કરમૂર સહિતનાં આહિર અગ્રણીઓ દ્વારા વિવિધ સ્થળોએ યાત્રાનાં સ્વાગત અભિવાદન દરમ્યાન કળશ પૂજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા),રાજપૂત યુવા સંઘ પ્રમુખ જગદિશ સિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, સમાજનાં પૂર્વ હોદ્દેદાર પ્રવિણસિંહ ઝાલા, વકીલ જયેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ સોઢા, રાજપૂત સમૂહ લગ્ન સમિતિનાં પ્રમુખ રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા,હરપાલસિંહ જાડેજા, સહિતનાં રાજપૂત અગ્રણીઓએ પણ કળશ પૂજન કર્યુ હતું. ઉપરાંત લોહાણા અગ્રણી જીતુભાઇ લાલ, બાર એસોસિએશનનાં પ્રમુખ એડવોકેટ ભરતભાઇ સુવા સહિતનાં મહાનુભાવો દ્વારા પણ કળશ પૂજન કરી આહિર જવાનોનાં બલિદાનને બિરદાવી રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રચંડ કરી હતી અને યાત્રાને દરેક ભારતીય માટે પ્રેરક ગણાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial