Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાચણ ગ્રામ પંચાયતની રજૂઆત
જામનગર તા. ર૬: જામનગર તાલુકાના તમાચણ ગામમાં જવા માટેના માર્ગમાં રેલવે ટ્રેક આવે છે. આ રેલવે ટ્રેક પરના ફાટક નં. ૧૬૩ અને ૧૬૪ ટ્રેન પસાર થવાના કારણ લાંબો સમય બંધ રાખવામાં આવતા હોવાથી તમાચણ તેમજ આસપાસના નંદપુર, નવા વીરપર, જારિયા માનસર, બજરંગપુર, વિજયપુર, ભરતપુર વગેરે ગામના લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.
ફાટક નં. ૧૬૩ અને ૧૬૪ ટ્રેઈન પસાર થવાની હોય તે અગાઉ ર૦-રપ મિનિટ પહેલા ફાટક બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેઈન પસાર થઈ જાય ત્યારપછી ૧પ-ર૦ મિનિટ પછી ફાટક ખોલવામાં આવે છે. આમ ટ્રેઈન પસાર થવા નિમિત્તે બન્ને ફાટકો ૩૦-૩પ મિનિટ સુધી બંધ રહેતા હોવાથી લોકોનો સમય બગડે છે. દિવસમાં અનેક વખત ફાટકો બંધ થતા હોવાથી હોસ્પિટલ જવા-આવવા, કામધંધે જવા-આવવામાં લોકોને તકલીફ પડે છે.
તમાચણ ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મકવાણા, ઉપસરપંચ તથા ગ્રામજનોએ સંયુક્ત સહીથી આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે અન્યથા જામવણથલી સ્ટેશને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial