Advertisement
Author: નોબત સમાચાર

મકાનનો કબજો ન આપતા પિતા પર પુત્ર તથા પુત્રવધૂએ ધોકા-ઢીકાપાટુથી કર્યાે હુમલો

પિતાનો કોણીએથી હાથ ભાંગી ગયોઃ પોલીસ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના હડમતીયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધ પાસે મકાનનો કબજો માંગતા રહેતા પુત્ર તથા પુત્રવધૂએ બુધવારે ધોકા-ઢીકાપાટુથી હુમલો કરી આ વૃદ્ધને માર મારવા ઉપરાંત ફ્રેક્ચર કરી નાખતા પિતાએ  ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના હડમતીયા ગામમાં વસવાટ કરતા લાખાભાઈ રવાભાઈ સંઘાણી નામના બ્યાંસી વર્ષના વૃદ્ધે પોતાના સગા પુત્ર વ્રજલાલ તથા પુત્રવધૂ ગીતાબેન સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત જમણા હાથમાં ફ્રેકચર કરી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ લાખાભાઈ પાસે રહેલા મકાનનો કબજો પુત્ર વ્રજલાલ તથા પુત્રવધૂ ગીતાબેન માંગતા હતા પરંતુ લાખાભાઈ મકાન સોંપતા ન હોવાથી ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ ગયા બુધવારે બપોરે લાખાભાઈ પોતાના ઘરે હતા ત્યારે ઝપાઝપી કરી હતી. આ વેળાએ વ્રજલાલે પોતાની પાસે રહેલો ધોકો પિતાના હાથમાં ફટકારતા લાખાભાઈ પડી ગયા હતા. તે પછી પુત્રવધૂ ગીતાબેને ઢીકાપાટુથી માર માર્યાે હતો. જમણા હાથમાં કોણી પાસે ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા લાખાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે પુત્ર તથા તેના પત્ની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh