Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય યુવાનનો અકળ કારણથી ફાંસો

મૃતકના પિતાએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરપ્રાંતીય યુવાને ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં કોઈ અકળ કારણથી પંખાના હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રમેશભાઈ જાટીયા નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા નિલેશભાઈ રાજકુમાર યાદવ (ઉ.વ.રપ) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણથી એક પંખાના હુંકમાં દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની સાંજે પાંચેક વાગ્યે તે જ મકાનમાં નિલેશભાઈ સાથે રહેતા તેમના પિતા રાજકુમાર ચૌધરીપ્રસાદ યાદવને જાણ થતાં તેઓએ ૧૦૮ને ફોન કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે નિલેશભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પિતા રાજકુમાર યાદવે પોલીસને વાકેફ કરી છે. સિટી બી ડિવિઝનના પીએસઆઈ એમ.એચ. મહેતાએ પિતાનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડવા ઉપરાંત આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh