Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાળા કાચવાળી મોટરમાં પોલીસનું બોર્ડ મારી જમાવ્યો હતો સીનઃ
જામનગર તા. ૫: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ વેળાએ પોલીસ દ્વારા કરાઈ રહેલા સઘન ચેકીંગ વચ્ચે કાળા કાચવાળી થાર મોટરમાં પોેલીસ લખેલું બોર્ડ જોવા મળ્યા પછી પોલીસે તે મોટરમાં રહેલા ચાર શખ્સની પૂછપરછ કરતા, પહેલાં તો અમદાવાદના પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપનાર શખ્સોએ પાછળથી પોતે પોલીસકર્મી ન હોવાનું કબૂલતા પોલીસે ચારેય સામે ગૂન્હો નોંધ્યો છે.
દ્વારકા શહેરમાં તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન ચેકીંગ દરમ્યાન દ્વારકા શહેરમાં હાથી ગેઈટ પાસે કાળા રંગની અને કાળા કાચવાળી એક થાર મોટર આવી હતી. તે મોટરમાં કાળા કાચ ઉપરાંત પોલીસ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તેથી પોલીસે તે મોટરના ચાલકને નીચે ઉતરવા સૂચના આપી હતી.
ત્યાર પછી પોલીસને મોટરમાંથી ઉતરેલા ત્રણ શખ્સે પોતાની ઓળખ અમદાવાદના પોલીસ કર્મચારી તરીકેની આપી હતી તેથી દ્વારકા પોલીસે ઓળખકાર્ડ બતાવવાનું કહેતા આ ત્રણેય શખ્સ થોથવાઈ ગયા હતા. આ પછી અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના સાગર વિષ્ણુભાઈ રબારી, બોપલના જીગર કાળુભાઈ રબારી, સાણંદ તાલુકાના કોલટ ગામના મહાવિરસિંહ મહિપતસિંહ રાણા તથા આનંદ કનુભાઈ રબારી નામના આ ચાર શખ્સે પોતે પોલીસ કર્મચારી ન હોવાનો ખૂલાસો કરતા અને દ્વારકા આવતી વખતે રસ્તામાં ક્યાંય મુશ્કેલી ન પડે તે માટે મોટરમાં પોલીસ લખેલું બોર્ડ માર્યાની કબૂલાત આપી છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર આ ચારેય શખ્સ સામે દ્વારકા પોલીસે ગૂન્હો નોંધી કાળા કાચવાળી થાર મોટર કબ્જે કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial