Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમુક્ત થવા પતિએ કરી હતી અરજીઃ
જામનગર તા. ૬: જામનગરના એક પરિણીતાએ ગયા વર્ષે માર્ચ મહિનામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીને દહેજ બાબતે ત્રાસ આપી પતિ, સાસુ, સસરાએ મરવા માટે મજબૂર કર્યાની તેણીના ભાઈએ ફરિયાદ કરી હતી. આ કેસમાં પતિએ જામીનમુક્ત થવા કરેલી અરજી નામંજૂર થઈ છે.
જામનગરના ગ્રીષાબેન ભાવિનભાઈ ખેતાણી નામના પરિણીતાએ ગઈ તા.૧૧-૩-રપના દિને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીના ભાઈ મીત નરેન્દ્રભાઈ વાકાણીએ દહેજની માગણી કરી પોતાની બહેનને પજવ્યા પછી મરી જવા મજબૂર કરવા અંગે ભાવિન ચંદ્રકાંત ખેતાણી, ચંદ્રકાંત મગનભાઈ ખેતાણી, બીનાબેન ચંદ્રકાંત ખેતાણી સામે ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત ગુન્હામાં પોલીસે મૃતકના પતિ, સાસુ, સસરાની ધરપકડ કરી હતી. ત્યારપછી જેલહવાલે રહેલા પતિ ભાવિન ખેતાણીની જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial