Advertisement
Author: નોબત સમાચાર

મલેશિયામાં નગરના પ્રસિદ્ધ સાઉન્ડ થેરાપિસ્ટ ડો. નરેન્દ્ર ભેંસદડિયાનું વિશેષ સન્માન

ઈન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજીકલ ફેડરેશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ઈન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજીકલ ફેડરેશન (યુએસએ) દ્વારા શ્રી સુભ્રમણિયમ એસ્ટ્રોલોજીકલ અને સ્પિરીચ્યુઅલ કનવેંશન તાજેતરમાં મલેશિયાનાં કોલાલપુરમાં સંપન્ન થઈ હતી. જેમાં અનેક દેશ વિદેશના જયોતિષ આચાર્યો, વાસ્તુ  વિદે, ટેરોટ રિડર અને અનેક પ્રકારનાં હિલરો ઉપસ્થિત રહૃાાં હતાં. ભારત અને વિદેશોમાં આપણું પ્રાચીન શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર થાય, તેમજ આપણાં પ્રાચીન અન વૈદિક શાસ્ત્ર દ્વારા વિશ્વ શાંતિ, માનવજીવન, સહજ ઉસ્થાન ઉપર ચર્ચા કરવામાં આવી. જેમાં જામનગરના અને વિશ્વ વિખ્યાત સસ્થાનાં ગવર્નર અને ચીફ બ્રાન્ડ અમ્બસેડર ડો. નરેન્દ્ર ભેંસદડીયા દ્વારા તિબેટની પ્રસિદ્ધ સાઉન્ડ થેરાપી દ્વારા યોગ સાધના, માનસિક શાતિ અને અનેક શારીરિક ઉપચાર પર વિસ્તૃત અહેવાલ અને સાઉન્ડ હિલિંગનાં જીવંત પ્રસારણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં ડો. નરેન્દ્રભાઈ ભેંસદડીયાને મલેશિયા ગ્લોબલ વાસ્તુ એકસીલેન્શી એવોર્ડ ૨૦૨૫ અને ઈન્ટરનેશનલ સાઉન્ડ થેરાપીસ્ટની માન્યતા આપવામાં આવી હતી. આ દરમિયાન મલેશિયન ગર્વમેન્ટ ટુરીઝમનાં સેક્રેટરી શ્રીમાન ઝોસેફ મરીનશના વરદ હસ્તે તથા ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મુખ્ય અતિથી મલેશિયન ગર્વમેન્ટ ટુરીઝમનાં સક્રેટરી શ્રીમાન ઝોસેફ મરીનશ, ધર્મગુરૂ સ્વામી ધ્યાન રહસ્વજી, સંસ્થાના મેનેજીંગ ડિરેકટર દિવ્યા પિલ્લે, એસોસીએશન ડાયરેકટર મનીષ પાંડે, જામનગરનાં પ્રસિદ્ધ જયોતિષ ડો. નિલેષચંદ્ર વ્યાસ, બિંદુબેન વ્યાસ વગેરે ઉપસ્થિત રહેલ. શ્રી નરેન્દ્ર ભેંસદડીયાની પૌત્રી વાની ભાવેન્દ્ર ભેંસદડીયા દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh