Advertisement
Author: નોબત સમાચાર

જાણો ર૩ માર્ચથી ર૯ માર્ચ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

વૃષભ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં તબિયત સંભાળવી, દોડધામ રહે, ખર્ચ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈને કોઈ કારણસર દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય છે. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું રહે. ઘર-પરિવારમાં વાતાવરણ વાદ-વિવાદભર્યું બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. આપની મુશ્કેલીઓના નિવારણ માટે આપ સક્રિય બનતા જણાવ. તા. ર૩ થી ર૬ વ્યસ્તતા રહે. તા. ર૭ થી ર૯ મિશ્ર.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીઓને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી દાખવવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. તા. ર૩ થી ર૬ યાત્રા-પ્રવાસ. તા. ર૭ થી ર૯ મધ્યમ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો નિર્વિઘ્ન પાર પાડી શકશો. આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ સફળતા મળે. તા. ર૭ થી ર૯ સારી.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને થોડી-ઘણી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડે. પડવા-વાગવાથી સાવધાની રાખવી. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર આવતો જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે. ખર્ચ-ખરીદી થાય. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ સામાન્ય.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે સામાજિક કાર્યો સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેર જીવન, સામાજિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન થાય. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. નવો કોઈ કોન્ટ્રાક્ટ, ટેન્ડર-ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. સંતાનના પ્રશ્નો હલ થતા રાહત જણાય. આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની તકો મળે. તા. ર૩ થી ર૬ લાભદાયી. તા. ર૭ થી ર૯ સરળતા રહે.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. આપના હિતશત્રુઓથી સાચવવું. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. લાંબી યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ ચિંતા રહે.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વિશ્વાસઘાતનો ભોગ ન બનો તેની કાળજી રાખવી. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું. તા. ર૩ થી ર૬ શુભ ફળદાયી. તા. ર૭ થી ર૯ સામાન્ય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડ સાથે મતભેદ ઉદભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. તા. ર૩ થી ર૬ આર્થિક સમસ્યા રહે. તા. ર૭ થી ર૯ પ્રવાસ થાય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે પ્રવાસ-મુસાફરી કરાવનારો સમય સાથે લાવતુ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ર૩ થી ર૬ માન-સન્માન મળે. તા. ર૭ થી ર૯ પ્રવાસ-મુસાફરી.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય, જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણય લેવા. વિદ્યાર્થીઓ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ-કુટુંબીજનો સાથે પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ મિલન-મુલાકાત

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે આપ તત્પર બનતા જણાવ. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ર૯ કૌટુંબિક કાર્ય થાય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તે જો જો. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો, માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખ હશે તો દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. ખાન-પાન, અહાર-વિહારમાં ધ્યાન રાખવું. તા. ર૩ થી ર૬ ખર્ચાળ. તા. ર૭ થી ર૯ સાનુકૂળતા રહે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh