Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૩ ફેબ્રુઆરી, શુક્રવાર અને મહા વદ અગિયારસનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી પ્રસન્નતા  રહે, ધર્મકાર્ય-શુભકાર્ય થાય

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

ઘર-પરિવાર, સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજના લીધે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા  રાહત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં  લાભ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય. ઉચાટ રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. વ્યાવહારિક કામકાજ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી  આવી જાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા  કરે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંતાનનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ  આવતો જાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંંગે  દોડધામ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો  સહકાર મળે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh