Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં મેઘમહેર યથાવતઃ છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાંથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો

કાલાવડમાં ધોધમાર પાંચ ઈંચ અને દ્વારકામાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: હાલારમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે અને હવામાન ખાતાની નિર્ધારીત આગાહી મુજબ મેઘમહેર થઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં જ ઝાપટાથી પાંચ ઈંચ સુધીનો વરસાદ હાલારમાં વરસી ચૂક્યો છે.  કાલાવડમાં ગઈકાલે બપોરે બે કલાકમાં જ ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. એવી જ રીતે દ્વારકામાં પણ પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ, કલ્યાણપુરમાં પોણા ત્રણ, ભાણવડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદના કારણે જામનગર તાલુકામાં આવેલ સસોઈ ડેમ ગઈકાલે છલકાઈ ગયો હતો.

જામનગર જિલ્લામાં આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમિયાન કાલાવડમાં ૧૨૫ મીમી, ધ્રોલમાં ૧૩ મીમી, લાલપુરમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જામજોધપુર ૩ મીમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે બપોરે ૧રથી ર વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. પરિણામે સમગ્ર તાલુકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.

આ ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદના કારણે સસોઈ ડેમ ગઈકાલે બપોર બાદ ઓવરફલો થયો હતો. ઉપરાંત ગઈકાલે જામનગર જિલ્લાના કેટલાક તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં બાલંભામાં ૧પ મીમી, લૈયારામાં ૧ર મીમી, મોટા વડાળામાં ૬૦ મીમી, ભલસાણ બેરાજામાં ૧પ મીમી, નવાગામમાં ૩૦ મીમી, મોટા પાંચદેવડામાં ૩૬ મીમી, સમાણામાં ર૩ મીમી, જામવાડીમાં ૧૮ મીમી, વાંસજાળીયામાં ૪૦, ઘુનડામાં ૨૪ મીમી, પરડવામાં ૨૦, ભણગોરમાં ૧પ મીમી, હરીપરમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.

એવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં દ્વારકામાં પોણા પાંચ ઈંચ, કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ, ભાણવડમાં પોણા બે ઈંચ અને ખંભાળિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. મોસમનો કુલ વરસાદ જોઈએ તો કલ્યાણપુરમાં ૪૦ ઈંચ, ભાણવડમાં ૧૯ ઈંચ, ખંભાળિયામાં ૧૭ ઈંચ અને દ્વારકામાં ૩૦ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh