Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૩૩ જિલ્લા કલેકટરોને પીઆરજીઆઈ, માહિતી પ્રસારણ વિભાગ અને માહિતી નિયામકનું માર્ગદર્શન

પ્રિન્ટ મીડિયાની નોંધણી માટે નવો કાયદો અમલી

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૫: ગુજરાતના ૩૩ જિલ્લા કલેકટરોને વર્ચ્યુઅલ માધ્યમથી  પી.આર.જી.આઈ ના રાષ્ટ્રીય અધિક મહાનિદેશક ડો. ધીરજ કાકડીયા, માહિતી પ્રસારણ વિભાગના સંયુકત સચિવ તથા માહિતી નિયામક દ્વારા મિડીયાના રજીસ્ટ્રેશન અંગે નવા કાયદા સંદર્ભે માર્ગદર્શન આપ્યુ હતું.

પ્રિન્ટ મીડિયાની નોંધણી માટે ૧૮૬૭ થી અમલી રહેલા પી.આર.બી એક્ટ ને નાબૂદ કરી કેન્દ્ર સરકારે હવે નવો પીઆરપી એક્ટ ૨૦૨૩ લાગુ કર્યો છે. *ડીએમ ડિકલેરેશન* ની જગ્યાએ હવે *ડીએમ એનઓસી* ની જોગવાઈ કરવામાં આવી છે. નવા કાનૂનની સમજ આપવા અને કલેક્ટરોની ભૂમિકા સ્પષ્ટ કરવા આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે કે નિરાલા, પી આર જી આઈ ના અતિરિક્ત મહાનિર્દેશક ડોક્ટર ધીરજ કાકડીયા અને રાજ્યના માહિતી નિયામક કે એલ બચાણિયે એક કાર્ય શિબિરમાં કલેકટરોને સંબોધ્યા હતા. નવા કાનૂનના ઘડતર અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર ડો. ધીરજ કાકડીયાએ પ્રેસ સેવા પોર્ટલની કાર્યપ્રણાલી પર કલેકટરો સમક્ષ વિસ્તૃત નિદર્શન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કર્યું હતું. અગાઉ *ડીએમ ડિકલેરેશન* દ્વારા પ્રિન્ટ મીડિયાના લાયસન્સ રદ કરવાની જે સત્તા કલેક્ટરો પાસે હતી તે હવે સ્થાનાંતરિત થઈ પ્રેસ રજીસ્ટ્રાર જનરલ દિલ્હી પાસે પ્રસ્થાપિત કરાઈ છે. નવા કાનૂન અંતર્ગત ટાઈટલ વેરિફિકેશન, રજીસ્ટ્રેશન, રિવિઝન જેવી તમામ પ્રક્રિયાઓ હવે માત્ર ઓનલાઇન માધ્યમથી થનાર હોવાનું જણાવી ડો. ધીરજ કાકડીયાએ સ્પેસિફાઇડ ઓથોરિટી તરીકે કલેક્ટરોની ભૂમિકા વિગતે સમજાવી હતી. જો કલેક્ટરો ૬૦ દિવસમાં એનઓસી ન આપે તો ઓટોમેટીક એનઓસી મળી ગયું ગણાશે એ મુજબના કાનૂની પ્રાવધાનોને સમજાવી ડો. ધીરજ કાકડીયાએ કહૃાું કે આનાથી પબ્લિશરોને મોટી રાહત થશે અને કલેક્ટરો ઉપર કાર્યબોજ ખૂબ હળવો થશે.

આતંકવાદ ધારા હેઠળ  અથવા અનલોફૂલ એક્ટિવિટી હેઠળ ગુનો નોંધાયો હોય કે પછી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખીલવાડ થયો હોય એવા અતિભયંકર ત્રણ ગુનામા જો અદાલતે કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરવ્યો હોય તો જ તેને નવા પ્રિન્ટ મીડિયા ચાલુ કરવા માંથી એટલે કે માલિક અથવા પબ્લીશર બનવામાં પ્રતિબંધિત કરી શકાય. એ સિવાયના કોઈપણ કેસમાં માત્ર આક્ષેપોને આધારે કોઈ પણ વ્યક્તિને કલેકટરો નવું પ્રિન્ટ મીડિયા સાહસ ચાલુ કરતું કરતા રોકી શકશે નહીં એ મુજબની કાનૂની જોગવાઈ બાબતે સમજૂતી આપતા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી કે. કે. નિરાલાએ કહૃાું કે હવે આ બાબત કાનૂની રીતે સેટલ થઈ ચૂકી છે અને અખબાર સહિત પ્રિન્ટ મીડિયાના તમામ માધ્યમો માટે આ એક ક્રાંતિકારી કદમ સાબિત થશે. ૬૦ દિવસમાં કલેક્ટરો નિર્ણય ન આપે અને ઓટોમેટીક એનઓસી ગણાય તો એની જવાબદારી કલેકટરોના રહેશે એવી સ્પષ્ટતા કરતા ડોક્ટર કાકડીયા અને ડો. નિરાલાએ કહૃાું કે બિનજરૂરી વિલંબ અને તકનીકી ગુંચવાડામાંથી પબ્લિસરોને મહદ અંશે મુક્તિ મળી જશે. જો કોઈ પબ્લિશર એમને જાહેર કરેલ કોપી કરતા ૫૦% ઓછી કોપી છાપે અને કલેક્ટરોના ધ્યાનમાં આવે તો આ બાબત પ્રેસ રજીસ્ટ્રાર સમક્ષ મુકાશે અને લાયસન્સ  રદ કરવાની સત્તા પ્રેસ રજીસ્ટ્રાર જનરલ પાસે રહેશે એ મુજબની કાનૂની જોગવાઈ પબ્લિસરોને તથા કલેક્ટરોને બંને અધિકારીઓએ સમજાવી હતી. *મોસાળમાં જમણવાર અને મા પીરસનાર* એ કહેવતને ટાંકીને માહિતી નિયામક બચાણીએ કહૃાું કે ભારત સરકારે ગુજરાત માટે ખાસ આવા વર્કશોપનું આયોજન કરી પબ્લિસરોને મોટી મદદ કરી છે. કલેકટરોને પણ આ વર્કશોપમાં અપાયેલ માર્ગદર્શનનો મહત્તમ લાભ લેવા બચાણીએ વિનંતી કરી હતી.

આ કાર્યક્રમમાં ૨૦૦ ઉપરાંત પબ્લિશરો ઉપસ્થિત રહૃાા હતા અને તમામ ૩૩ જિલ્લા કલેકટરો અને  નિવાસી અધિક કલેક્ટરોએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh