Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીની વ્હારે આવી 'નેત્રમ્'ની ટીમઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક સોની વેપારી બુધવારે સવારે રૂપિયા સાડા છએક લાખના સોનાના દાગીનાવાળું પાકીટ સાથે રાખી રિક્ષામાં દુકાને જવા નીકળ્યા પછી મોબાઈલ કોલમાં વાતો કરતા કરતા પાકીટ રિક્ષામાં જ ભૂલીને ઉતરી ગયા હતા. તેઓએ પાકીટ પરત મેળવવા પોલીસનો સંપર્ક કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે રિક્ષા, રિક્ષાચાલકને શોધી પાકીટ પરત અપાવ્યું છે.
જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં વસવાટ કરતા પ્રશાંતભાઈ ભૂપેન્દ્રભાઈ માંડલીયા નામના વેપારી બુધવારે સવારે પોતાના ઘરેથી ચાંદીબજારમાં આવેલી પોતાની સોના-ચાંદીની દુકાને આવવા માટે નીકળ્યા ત્યારે તેઓએ સોનાના દાગીના જેમાં રાખ્યા હતા તે પાકીટ સાથે લીધુ હતું. તેઓ જ્યારે દુકાન પાસે પહોંચ્યા તે દરમિયાન મોબાઈલમાં કોલ આવતા આ વેપારી ઉપરોક્ત પાકીટ રિક્ષામાં જ ભૂલી જઈને દુકાનમાં ચાલ્યા ગયા હતા.
ત્યારપછી તેઓને પાકીટ યાદ આવતા તેઓએ રિક્ષાચાલકને શોધવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ રિક્ષા મળી આવી ન હતી તેથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં માંડવી ટાવર, ચાંદી બજાર, અંબર ચોકડી, ડીકેવી સર્કલ, બેડેશ્વર ચોકડી તથા ધુંવાવ સુધીના કેમેરા ચકાસવામાં આવતા આખરે રિક્ષા અને તેના ચાલકનો પત્તો લાગ્યો હતો અને પોલીસે તેની પાસેથી અંદાજે ૭૦ ગ્રામ સોનાના રૂ।.સાડા છ લાખના દાગીના પરત મેળવી મૂળ માલિકને સોંપી આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial