Advertisement
Author: નોબત સમાચાર

બેટના શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં શ્રી ઠાકોરજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર

શ્રી ડોલોત્સવ અને શ્રી દ્વિતીયા પાટોત્સવ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૪: શ્રી દ્વારકાધીશ મંદિર-બેટમાં શ્રી ડોલોત્સવ અને શ્રી દ્વિતીયા પાટોત્સવ નિમિત્તે શ્રી ઠાકોરજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૪-૩ના બુધવારે શ્રી ડોલોત્સવ, સવારે ૭:૩૦ વાગ્યે, મંગળા આરતી સવારે ૮ વાગ્યે, મોર આરતી સવારે ૧૦ વાગ્યે, શ્રૃંગાર આરતી સવારે ૧૧:૩૦ વાગ્યે, મધ્યાહ્ન આરતી દર્શન ૧૧:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી શ્રી ડોલોત્સવના દર્શન, બપોરે ૧:૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીને મીઠાજળ અને અનોસર (દર્શન બંધ), સાંજે ૫  વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન રાખવામાં આવ્યા છે.

તા. ૫ ના ગુુરૂવારે (શ્રી દ્વિતીયા પાટોત્સવ) સવારે ૭:૩૦ વાગ્યે મંગળા આરતી, ૮ વાગ્યે મોર આરતી, પછી તમામ મંદિર બંધ રહેશે. સવારે ૧૧ વાગ્યે શ્રૃંગાર આરતી દર્શન, બપોરે ૧:૩૦ વાગ્યે મીઠાજળ અને અનોસર, સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્થાપન દર્શન, અને રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન કરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh