Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ૨૩ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી તળાવો તથા ચેકડેમો ઊંડા કરવાનું અભિયાન

સુજલામ-સુફલામ જળ અભિયાનના સમીકરણ માટે બેઠક યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન૨૦૨૬ના અમલીકરણ અંગેની બેઠક ઈ.ચા. કલેકટર એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જળસંચય અભિયાનનું પૂર્વ આયોજન સુનિશ્ચિત કરાયુ હતું.

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમલીકરણ અંગેની બેઠક જિલ્લા સેવા સદનમાં ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં આ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવનાર જળસંચયને લગતા વિવિધ કામોના આયોજન અંગે ક્ષાર અંકુશ વિભાગ, પંચાયત સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા બોર્ડ, વન વિભાગ, નગરપાલિકાઓ વગેરે સંકળાયેલ વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ભૂગર્ભ જળસ્તર વધારવા માટે વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા જળસંચય માટેના વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. આ વર્ષે ૨૩ ફેબ્રુઆરીથી ૩૧ મે ૨૦૨૬ દરમ્યાન સમગ્ર રાજ્યમાં આ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા, ડીપનિંગ રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે કામો હાથ ધરવામાં આવશે જે પૈકી દ્વારકા જિલ્લા માટે પૂર્ણ આયોજન સુનિશ્ચિત કરાયુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh