Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેરા એક ગંભીર સંક્રમણજન્ય રોગ છે જે મુખ્યત્ત્વે પ્રદૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. આ રોગમાં શરીરમાંથી અતિશય પ્રમાણમાં પાણી અને ક્ષાર બહાર નીકળી જાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન ઝડપથી વધી શકે છે.
નિદાન
અચાનક પાણી જેવી પાતળી ડાયરીયા, વારંવાર ઉલ્ટી થવી, શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) સૂકી ત્વચા, તરસ, થાક, રક્તચાપ ઘટવો અને નબળાઈ અનુભવવી ડોક્ટર સ્ટુલ ટેસ્ટ અને ક્લિનિકલ સીમ્પટોમ્સ દ્વારા કોલેરાનું નિદાન કરે છે.
સામાન્ય સારવાર
તરત જ ઓઆરએસ આપવું જેમાં આદુનો રસ, લીંબુનો રસ, મધ અને પાણી મેળવી લેવું. ગંભીર સ્થિતિમાં ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સ આપવાની જરૂર પડે. આયુર્વેદની દવા ડોક્ટરની સલાહ મુજબ આપવામાં આવે. દર્દીને સ્વચ્છ પાણી અને હળવો આહાર આપવો.
ઘરગથ્થુ ઉપાય અને પ્રિવેન્શન
ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું. ખોરાક હંમેશાં તાજું અને સ્વચ્છ રાખવો. લીંબુ પાણી, નાળિયેરનું પાણી, છાશ-શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જાળવે. હાથ ધોવાની સારી ટેવ અપનાવવી. ગંદા પાણીના સ્ત્રોતો અને અશુદ્ધ ખોરાકથી દૂર રહેવું.
નિષ્કર્ષઃ કોલેરા ઝડપથી જીવલેણ બની શકે છે, પરંતુ સમયસર નિદાન, યોગ્ય સારવાર અને ઘરગથ્થુ પ્રિવેન્શન દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. સ્વચ્છતા, શુદ્ધ પાણી અને સંતુલિત આહાર એ કોલેરાથી બચવાનો સૌથી અસરકારક માર્ગ છે.
સંકલનઃ- ડો નિશાંત શુક્લ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial