Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ વર્ષની સરખામણીમાં વેરા વસૂલાતમાં ૧૦ ટકાનો વધારોઃ
ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકાના વેરા ના ભરવા માટે શહેરના લોકો જાણીતા છે. કેમ કે ખબર છે કે પાલિકા શું કરશે? અને કંઈ કરશે તો સભ્યો ક્યાં નથી? પણ ખંભાળિયા પાલિકાના વેરા વસૂલાત શાખાએ માત્ર આઠ માસમાં ૩.૧૮ કરોડના વેરા વસૂલાતની કામગીરી કરીને દસ ટકા જેટલી આગલા વર્ષ કરતા વધુ વસૂલાત કરીને રેકોર્ડ સર્જયો છે.
ખંભાળિયા નગર પાલિકાની વેરા વસૂલાતની શાખાની ટીમ દ્વારા સતત ઉઘરાણી કરી, કરવેરા ભરવા માટે વારંવાર ફોન તથા રૂબરૂ સ્થળ પર મુલાકાતો કરીને તથા જરૂર પડ્યે મિલકતો સીલ કરવાના પગલાં તથા નિયમ મુજબ વહેલી કર સેવા ભરવાવાળાને રીબેટનો લાભ આપી લોકોને ટેક્સ ભરતા કર્યા છે. જેનું પરિણામ એ આવ્યું કે, વોટરવર્કસના માંડ ૪૦-૪પ લાખ વર્ષે વસૂલાત થતી હતી, તે ૬૮ લાખ રૂપિયા ઉપરાંતની આવક નળવેરાની થઈ છે. વ્યવસાય વેરાની આવક ૪૬ લાખ થઈ છે. મહત્ત્વનો ગણાતો હાઉસ ટેક્સનો બે કરોડની નજીક પહોંચી ગયો હતો. આ વર્ષે હાઉસ ટેક્સની આવક ૧.૯૮ કરોડની થઈ છે તે પણ રેકોર્ડ છે, જ્યારે ભાડાપટ્ટાની આવક છ લાખ જેવી થઈ છે ચારેક માસ સર્વર બંધ હતું, માત્ર આઠ માસમાં આ કર્મીઓની ટીમ દ્વારા ચીફ ઓફિસર રાહુલ કરમુરના વિશેષ માર્ગદર્શનમાં ૩.૧૮ કરોડની વેરા વસૂલાત કરવાની સાથે ખંભાળિયાના લોકોને વેરા નિયમિત ભરવા માટે ખાસ પ્રોત્સાહન સાથે સમજ આપી કાર્ય કરતા પાલિકાની આર્થિક સ્થિતિ સુદૃઢ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial