Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારી સતર્કતાથી બચી ગયાઃ એકાઉન્ટમાં છે રૂ.૧ કરોડ ૪૪ લાખઃ
જામનગર તા. ૨૭: જામનગરના એક વેપારીનું ખાનગી બેંકમાં આવેલું ખાતુ મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક તપાસ માટે ફ્રીઝ કરી દેવામાં આવતા તેમાં રહેલી રૂ.૧ કરોડ ૪૪ લાખની રકમ સ્થગિત થઈ ગઈ હતી. તે ખાતુ અનફ્રીઝ કરાવી આપવાની લાલચ બતાવી જામનગરના જ એક શખ્સે તે વેપારીને ઠગી લેવાનો પ્રયાસ કર્યા પછી શિકાર હાથમાંથી સરકતો હોવાનું જાણી મની લોન્ડરીંગ તથા ઈડીના કેસમાં ફસાઈ જવાની બીક બતાવી બળજબરીથી નાણા પડાવવાનો પ્રયાસ કર્યાે હતો. ચેતી ગયેલા વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતા ગુન્હો નોંધી શરૂ કરાયેલી તપાસમાં આ શખ્સ ઝડપાઈ ગયો છે.
જામનગરના રણજીતસાગર રોડ પર ઈવા પાર્ક-૧ની શેરી નં.૯માં રહેતા ચેતનભાઈ કરશનભાઈ કપુરીયા નામના આસામીની પ્રગતી એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું એક્સિઝ બેંકમાં આવેલું ખાતુ મહારાષ્ટ્રના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસમાં ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
આ એકાઉન્ટમાં ચેતનભાઈની રૂ.૧ કરોડ ૪૪ લાખની રકમ જમા પડી હતી. તે રકમ જમા પડી હોવાની કોઈ રીતે જાણકારી મેળવ્યા પછી કાળી ચૌદશના દિવસે ચેતનભાઈને +૪૪૭૫૯૮ ૮૧૧૧૧૦૯ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામા છેડા પર રહેલા દર્શિત કિશોરભાઈ કાગદડા નામના વ્યક્તિએ તે એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપવાની વાત કરી હતી.
આ શખ્સની વાતોમાં ભોળવાયેલા ચેતનભાઈએ વાત આગળ વધારતા દર્શિતે અલગ અલગ વ્યક્તિઓ સાથે સંબંધ હોવાની ગુલબાંગો ફેંકી હતી અને અવારનવાર વોટ્સએપ પર કોલ કરી ચેતનભાઈને ઠગવાનો પ્રયાસ કર્યાે હતો, વારંવાર ફોન આવતો હોવાથી ચેતનભાઈ સાવચેત બન્યા હતા. તેથી તેઓએ દર્શિત કાગદડાને ભાવ આપવાનું ઓછું કરી નાખતા દર્શિત કાગદડાએ પોતાનો શિકાર સરકી જતો હોવાનું જાણી ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
આ શખ્સે ચેતનભાઈ પાસેથી નાણા પડાવવા માટે છેલ્લું પગલું ભરી તેઓને મની લોન્ડરીંગ તેમજ ઈડીના ગુન્હામાં ફસાઈ જશો તેવી ધમકી આપી બળજબરીથી નાણા પડાવવાનો પ્રયાસ કરતા ચેતનભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યાે હતો. જેના પગલે સાયબર ક્રાઈમની ટૂકડી ગુન્હો નોંધ્યા પછી પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ તપાસમાં લાગી હતી.
સાયબર ક્રાઈમના હે.કો. કુલદીપસિંહ જાડેજા, પ્રણવ વસરા, રાજેશ કરમુર દ્વારા આગળ ધપાવાયેલી તપાસમાં દર્શિત કિશોરભાઈ કાગદડા ઝડપાઈ ગયો છે. સાયબર ક્રાઈમ પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. પોતાના મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એનસીસીઆરપી અરજીની તપાસમાં ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવવા માટે ઝઝૂમતા વેપારી પોતાની સાવચેતીના કારણે ઠગાઈનો ભોગ બનતા અટકી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial