Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળવાર્તાઓ દ્વારા બાળકોના જીવન-ઘડતરનો ઉદ્દેશ્ય
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા બાલ સાહિત્યકાર જીવરામ જોશીની ૧૨૧મી જન્મ જયંતીને ધ્યાને લઈને બાળવાર્તા પખવાડિયું ઉજવાઈ ગયું. ગુજરાતની વિવિધ પ્રાથમિક શાળાઓમાં બાલવાર્તા દ્વારા જીવન ઘડતરના સંદેશને લઈ જવા માટેનો આ એક સુંદર ઉપક્રમ છે. જામનગર જિલ્લામાં પણ ઉત્સાહી શિક્ષક અને પ્રખ્યાત સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયાના વ્યાયામ શિક્ષક તરીકે કાર્ય કરનાર ઉત્સાહી એવા મમતાબેન જોશી દ્વારા આ કાર્ય કાર્યરત છે. તેમણે જોડિયાની જુદી જુદી ૧૦ શાળાઓમાં જઈ ૧૨૦૦ વિદ્યાર્થીઓને બાળવાર્તા કહી યોગ્ય બાળકોને સુપંથે લઈ જવા પ્રયત્ન કર્યો હતો. શાળાને પ્રમાણ પત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. આ અભિયાનને દરેક શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને બાળકોએ આવકારી બિરદાવીને અને આ અભિયાન કાયમ ચાલુ રાખી બાળકોને માર્ગદર્શન અપાતુ રહે તેવી શુભેચ્છા સહ અપેક્ષા વ્યક્ત કરી હતી. આ મંચ સાથે જોડાયેલા ૬૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનો સમગ્ર ગુજરાતની ૧૭ જિલ્લાની ૧૨૫ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં પહોંચીને વિદ્યાર્થીઓને રુચિકર હોય તેવી બાળવાર્તાઓ પ્રસ્તુત કરે છે. જામનગર કચ્છ, પાટણ, આણંદ, ખેડા, અમદાવાદ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં આ પ્રવૃત્તિ વેગવંતી છે. એકદમ સ્વૈચ્છિક રીતે અને નિષ્ઠાથી ચાલતી આ પ્રવૃત્તિને ગુજરાતના શિક્ષણ જગતે વધાવી છે. માત્ર ઓરડાઓમાં નહીં પણ શિક્ષણનું કામ શાળાઓ સુધી લઈ જવાનો આ અભિગમ સૌએ બિરદાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial