Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહા રક્તદાન શિબિર અન્વયે
જામનગર તા. ૧૧: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આથી તે દિવસે શાળાનો સમય સવારે ૮ થી ૧૧ નો રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તા. ૧૭-૯-૨૫ના જન્મદિવસ છે. આથી તેના આગલા દિવસે એટલે કે તા. ૧૬ના રાજ્યમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૩૦૦થી વધુ સ્થળોએ આ રક્તદાન શિબિર યોજાશે. જેમાં શિક્ષક સહિતના કર્મચારીઓ જોડાશે.
આથી રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળામાં તા. ૧૬ના શિક્ષણનો સમય સવારે ૮ થી ૧૧નો રહેશે. આ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વિધિવત પરિપત્ર જાહેર કર્યો છે.
બહોળી સંખ્યામાં શિક્ષકો આ મહા રક્તદાન શિબિરમાં જોડાઈ શકે તે હેતુથી આ ફેરફાર એક દિવસ માટે કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial