Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિમાં વધારો થતાં રાત્રિના ઠંડકઃ
જામનગર તા. ૨૬: જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી વધારો કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૨ ડિગ્રીએ અને ગત ચાર દિવસથી લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીએ સ્થિર રહ્યું છે. ગઈકાલે સમી સાંજે પવનની ગતિ વધતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
શિયાળાની વિદાય અને ઉનાળાના ધીમે ધીમે થઈ રહેલા આગમનના ૫ગલે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. બપોરે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીએ અને ગત ચાર દિવસથી લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી વધુ રહેતા ગઈકાલે બપોરે ગરમી અનુભવાઈ હતી.
નગરમાં ગુરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી. ગઈકાલે સાંજે પવનની ગતિ વધતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૭ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial