Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળપણમાં થતી વિક્લાંગતા અંગે જાગૃતિ માટે ઉજવાય છે...
આજે ર એપ્રિલ વિશ્વ ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓટિઝમ સ્પેકટ્રમ ડિસ ઓર્ડર એએસડી ના એક વિકાસલક્ષી વિકાર છે. મસ્તિકના વિકાર સંબંધિત રોગ છે. આ રોગને સ્વલીનતા તરીકે પણ ઓળખી શકાય. બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે આ રોગની ખબર પડતી નથી. આમ છતાં અધુરા માસે જન્મેલ બાળક, ગર્ભાવસ્થામાં જ અપૂરતું પોષણ તથા જન્મ પછી પણ પૂરતું પોષણ ન મળવાથી બાળકનો વિકાસ ખૂબ જ ધીમો તથા પાછળ રહે છે. આ રોગ પરખવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. ડોક્ટર બે-અઢી વર્ષ પછી બાળકના વર્તન તથા માતા-પિતા દ્વારા પ્રાપ્ત માહિતી પરથી નિદાન અનુમાન થઈ શકે છે. આવા બાળકો પોતાનામાં જ ઓતપ્રોત રહે છે. ઝડપથી કોઈ સાથે આંખ મિલાવતા નથી. એકને એક પ્રવૃત્તિ વારંવાર કરે છે. આધુનિક સમયમાં આ રોગની મોબાઈલનું અતિ વળગણ એક નિશાની છે. સમાજમાં ક્યાંય ભલે નહિં બોલિવૂડ પણ આ રોગની પીડાના બાળકોની સમસ્યાને વાચા આપી છે. 'માય નેમ ઈઝ ખાન બરફી' વગેરે મુવીઝે આ સમસ્યાને સમજાવી તેના નિરાકરણ માટે ઉપાયો પણ સૂચવ્યા છે. આ રોગમાં ક્યારેક ૧૦૦ ટકા રિકવરી આવતી નથી તે એક કડવી સત્ય વાસ્તવિક્તા છે. બાળક સાવ અતડો રહે છે. આવા બાળકો સંપૂર્ણપણે બોલી શકતા નથી. કેટલાક કિસ્સામાં પ થી ૧૦ શબ્દો બોલે છે. આવા બાળકો નવા શબ્દો બોલતા શીખે અને જુના શબ્દોનું વિસ્મરણ થાય છે. આવા બાળકો મંદબુદ્ધિના હોય છે. તો કેટલાક કિસ્સામાં અસાધારણ પ્રતિભા-૩ર લક્ષણો ધરાવે છે. આવા બાળકોને કાબૂમાં રાખવા ઘરના સભ્યો માટે પણ મુશ્કેલ બને છે.
યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ર એપ્રિલ દિવસે અવરનેસ-ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. આવા બાળકોના માનવીય ગૌરવ અને સામાજિક અધિકારોનું રક્ષણ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આવા બાળકોને સામૂહિક આલવન, પ્રેમ ઉષ્મા હૂંફ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. સ્પીચથેરાપીઃ બિવેહિર થેરાપી તથા બાળકોમાં સુધારો થાય તથા પ્રયાસ કરવામાં આવે છે. ડીઈઆઈસી અથાગ પ્રયાસ કરે છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં આ માટે અલગ વિભાગ છે. પ્રાઈવેટ સંસ્થાઓ ઓમ ટ્રેનિંગ સેન્ટર, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર તથા ઉમ્મીદે ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થા પ્રયાસ કરે છે.
દિપકકુમાર વાડીલાલ વસા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial