Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૦ માર્ચ, શુક્રવાર અને ચૈત્ર સુદ બીજનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા  જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જુના સ્વજન મિત્રવર્ગની આકસ્મિક  મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધીરે ધીરે આપના કામનો ઉકેલ  આવવાથી રાહત રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી  કામ સરળ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

 

Cancer (કર્ક: ડ-હ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજ થી  સંભાળવું પડે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામકાજમાં આપને દોડધામ-શ્રમ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે  મુલાકાત થાય.

શુભ રંગઃ મહેંદી - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી  આવક જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

આડોશ-પાડોશના કામ અંગે, ભાઈ-ભાંડુના કામ અંગે વ્યસ્તતા જણાય. પરદેશના કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની કદર-પ્રશંસા થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય. મહત્તવના  નિર્ણય લઈ શકાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.  મોસાળપક્ષ-સાસરીપક્ષે દોડધામ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

રાજકિય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી  શકો. આનંદ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ  કરવાની ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh