Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ પરપ્રાંતીય દુકાનદારની પૂછપરછ આદરીઃ
જામનગર તા. ૩: જામનગર નજીકના દરેડ ગામથી મસીતિયા તરફ જવાના રસ્તા પર આવેલી પાનની એક દુકાનમાં ગઈકાલે એસઓજી ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલી નશાકારક ચોકલેટના ૨૮૦ નંગ મળી આવ્યા હતા. મૂળ બિહારના અને હાલમાં દરેડમાં રહેતા દુકાનદારની અટકાયત કરાઈ છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામથી મસીતિયા તરફ જવાના રસ્તા પર પાન-મસાલાની એક દુકાનમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરાતું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ફિરોઝ ખફી, રમેશ ચાવડા, તોસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેર તથા સ્ટાફે ગઈકાલે તે સ્થળે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી આલ્ફા સ્કૂલ સામે મોસીમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં તલાશી લેવામાં આવતા ત્યાંથી સેવન મીનાર આયુર્વેદિક ઔષધિ લખેલી નશાકારક ચોકલેટના ૨૮૦ નંગ મળી આવ્યા હતા. ચોકલેટ સાથે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલમાં દરેડમાં રહી એક મહિલાની દુકાન ભાડે રાખી તેમાં પાન-મસાલાનો વ્યવસાય કરતા મહંમદમોસીમ મહંમદમુસ્લિમ સબજીફરોઝ નામના શખ્સની અટકાયત કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસને તેની જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial