Advertisement
Author: નોબત સમાચાર

વેપારી પાસે ૬૦ લાખ મેળવી જીએસટી એકાઉન્ટમાં જમા નહીં કરાવાતા બે સામે વિશ્વાસઘાતની ફરિયાદ

'આપ'ના અગ્રણી અને અન્ય એક આસામી સામે ફરિયાદ કરાતા ચકચારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના પિત્તળના ભંગારના એક વેપારીએ જામનગરના એક આસામી તથા આમ આદમી પાર્ટીના અગ્રણી એવા વકીલ સામે વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ આસામીના જીએસટી એકાઉન્ટને બ્લોક કરાયા પછી તેઓએ એકાઉન્ટ ખોલાવવા રૂ।.૬૦ લાખ આપ્યા પછી પણ વકીલે તે રકમ જીએસટી એકાઉન્ટમાં જમા નહીં કરાવી વાપરી નાખ્યાની રાવ કરવામાં આવી છે. પોલીસે બે સામે વિશ્વાસઘાત અંગે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.૧૧માં રહેતા મૂળ લાલપુર તાલુકાના પીપરટોડા ગામના ભાવેશભાઈ અમૃતભાઈ તરાવીયા નામના આસામીએ જામનગરના જગદીશભાઈ રમેશભાઈ રામોલીયા તથા આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગા સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભાવેશભાઈ શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવે છે અને પિત્તળના ભંગારનો વ્યવસાય કરે છે. તેઓને ગયા ઓક્ટોબર મહિનામાં જીએસટી વિભાગ તરફથી નોટીસ પાઠવવામાં આવી હતી અને તેઓનું જીએસટી એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું.

આ આસામીએ પોતાનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવા માટે જગદીશભાઈનો સંપર્ક કર્યાે હતો અને જગદીશભાઈએ વકીલ તરીકે કામ કરતા પ્રકાશભાઈ દોંગા સાથે મેળાપ કરાવ્યો હતો. તેથી ભાવેશભાઈએ પ્રકાશભાઈને પોતાનું કામ વકીલ તરીકે સોંપી રૂ।.૬૦ લાખ જીએસટી એકાઉન્ટમાં ભરવા માટે પ્રકાશભાઈને સોંપ્યા હતા અને તે કામ માટેની ચૂકવવાની થતી ફી પણ આપી દીધી હતી.

ઉપરોક્ત રકમ ગઈ તા.૧૭ ઓક્ટોબરે ભાવેશભાઈ દ્વારા સુપ્રત કરવામાં આવી હોવા છતાં ગઈકાલ સુધી પ્રકાશભાઈએ તે રકમ જીએસટી એકાઉન્ટમાં જમા નહીં કરાવતા અને પોતાના અંગત ઉપયોગમાં લઈ વાપરી નાખતા આખરે ભાવેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રકાશ દોંગા તથા જગદીશ રામોલીયા સામે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૩૧૬ (પ), ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh