Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતકાલે કાનાલુસ-જામનગર ડબલીંગ સહિત
જામનગર તા. ૩૦: કાનાલુસ- જામનગર વચ્ચે ૨૭ કિમીના રેલ માર્ગે રૂ।. ૧૫૭ કરોડના ખર્ચે ડબલીંગનું કામ પૂર્ણ થયું છે. આમ હવે આ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે.
જેમાંથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે. અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેકટ જામનગર અને આજુબાજુના વિસ્તારમાં વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અને ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબીત થશે.
ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલ આ મુજબની પહેલ દેશના અંતિમ છેડા સુધી કનેકટીવીટી સુનિશ્ચિત કરીને સૌનો સાથ સૌનો વિકાસના સિદ્ધાંતને સાકાર કરે છે. આ પ્રોજેટસ રાજ્યના સમગ્ર વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે. તથા ભારતને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશકત બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબીત થશે.
પ્રધાન મંત્રી દ્વારા આ પ્રોજેકટસનું ઉદ્ઘાટન વચ્યુઅલ માધ્યમથી આવતીકાલ તા. ૩૧ ના કરશે.
જામનગર રેલવે સ્ટેશને કાર્યક્રમ
આવતીકાલ મંગળવાર તા. ૩૧ના કાનાલુસ- જામનગર વચ્ચે ડબલીંગનું કામ પૂર્ણ થતા તેનુ વચ્યુઅલી લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.
ત્યારે જામનગરના રેલવે સ્ટેશન પાસે પણ આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય રિવાબા જાડેજા, ડીઆરએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યા પ્રધાનમંત્રીના કાર્યક્રમ લાઈવ નિહાળવાામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial