Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'રંગતાલી ગ્રુપ'નું નવરાત્રિ નવરંગી નિમંત્રણ

નિમંત્રણ ર્કાડ પણ સામાજિક સંદેશાઓ આપે છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ : જામનગરની કલા સંસ્થા ''રંગતાલી ગ્રુપ* દ્વારા આયોજિત સહિયર નવરાત્રિ મહોત્સવમાં મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં નાવીન્યસભર છતાંયે સામાજિક ઉત્થાનમાં દીવાદાંડી સમાન પરંપરા ઊભી કરી છે. આવું મૂલ્યવાન નિમંત્રણ જેઓને સાંપડયું છે, તેઓ આગામી વર્ષ સુધી 'રંગતાલી ગ્રુપ* ના નિમંત્રણની ચર્ચા કરતા રહેશે.

જામનગરમાં રંગતાલી ગ્રુપ ચાર દાયકાથી કાર્યરત છે. પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી નવરાત્રિ મહોત્સવને તદ્ન અનોખી સમાજલક્ષી મોડ આપી માત્ર કલારસિકોના જ નહીં રાજકીય નેતાગણ ઉપરાંત આમ નાગરિકોના પણ દિલ જીત્યા છે.

સાત રસ્તા પાસેના એમ. પી. શાહ કોમર્સ કોલેજનાં પટાંગણમાં 'સહિયર નવરાત્રિ મહોત્સવ* ના બેનર હેઠળ યોજાતો નવરાત્રી મહોત્સવ અનેક પ્રકારે નવતર ભાત પાડે છે. ગુજરાત સરકારશ્રીના ''મહિલા સશક્તિકરણ** અને ''બેટી બચાવો, બેટી પઢાઓ** પ્રકલ્પોને ચરિતાર્થ કરવા નવરાત્રિની થીમ પણ મહિલા સંલગ્ન બનાવી છે.

અહીંની અર્વાચીન નવરાત્રિમાં સંચાલન, સુરક્ષા, સ્વાગત, એરિના આયોજન, નિર્ણાયકગણ, પ્રવેશદ્વાર, ઉદ્ઘોષણા, સંગીત, ફોટોગ્રાફી, પુરસ્કાર વિતરણ જેવી તમામ કામગીરી પણ ગ્રુપના બહેનો દરરોજ અવનવા રંગની સાડીમાં સજ્જ થઇ ''બેટી બચાવો, બેટી પઢાઓ** ના સૂત્રલિખિત ટોપી અને સ્કાર્ફ સાથે બજાવતા નજરે ચડે છે.

રંગતાલી ગ્રુપ દ્વારા આ અભિયાન અંતર્ગત આર્થિક રીતે જરૂરતમંદ પરિવારની નવ બાળાઓને દત્તક લેવામાં આવી છે. જેના અભ્યાસ - ફી - પુસ્તકનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવે છે. ઉપરાંત વર્ષના તમામ પર્વના દિવસોએ પરિવારના સભ્યોની માફક જનત કરે છે.

સંસ્થા દ્વારા આ વર્ષે યોજાનારા નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો - પદાધિકારીઓને નિમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહૃાા છે. જે અનેક પ્રકારે સંદેશાત્મક બની રહૃાા છે.

માનવજાત માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ખતરનાક ગણાતો હોય તેમજ તેના ઉપયોગને મર્યાદિત કરવાના સરકારી અભિગમને કેન્દ્રમાં રાખી નિમંત્રણ કાર્ડ પ્લાસ્ટિકની થેલીના બદલે આકર્ષક કાપડની થેલીનો ઉપયોગ કરાયો છે. આમંત્રણની આ થેલીમાં એક પત્ર સાથે વૃક્ષો - ઔષધિઓ - ફૂલઝાડના વૃક્ષારોપણ માટે જુદા-જુદા પ્રકારના બિયારણ (બીજ) પણ ભેટમાં આપ્યા છે. સાથોસાથ રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ''એક પેડા મૉં કે નામ** ના સંદેશા સાથે વૃક્ષો જીવનમાં કેવા ઉપયોગી છે ? તેનું સચિત્ર વર્ણન આપવામાં આવ્યું છે.

નિમંત્રણ થેલીમાં ખાદીનો રૂમાલ અને દેવી - દેવતાની નાની પ્રતિમા એ પણ ''સ્વદેશી અપનાવો** નો મજબૂત સંદેશ પૂરો પાડે છે.

હાલના ટેકનોલોજી અને ઇન્ટરનેટના ડિજિટલ યુગમાં જ્યારે ઓનલાઇનની બોલબાલા છે... ત્યારે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયરૂપ ''સાયબર સાથી** નામની પુસ્તિકા પણ ભેટ અપાઇ રહી છે. નિમંત્રણ બેગમાં કાચની બોટલમાં બદામ - કાજૂ અને ચોકલેટ ભરીને નવરાત્રિ મહોત્સવની શુભેચ્છા પાઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh