Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ-વાલી સંમેલનઃ
જામનગર તા. ૧: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરમાં સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગરની અધ્યક્ષતામાં ગુરૂપૂર્ણિમા પર્વ, અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ અને વાલી સંમેલન એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના ઉદઘાટક શિક્ષણશાસ્ત્રી દોસ્તભાઈ બ્લોચ તથા અતિથિવિશેષ દિપકભાઈ ઠક્કર પ્રમુખ જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા ઉપસ્થિત સૌને વેદ અને પુરાણોના માધ્યમથી ગુરૂ પૂર્ણિમા પર્વનું મહત્ત્વ સમજાવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગતમા મંત્રી સુચેતાબેન ભાડલાવાલાએ કર્યું, વાલીઓનો આવકાર અને અધ્યાપન મંદિર વિશે માહિતિ આચાર્યા જીજ્ઞાબેન દ્વારા આપવામાં આવી હતી. પ્રસંગને અનુરૂપ વાતો પ્રાથમિક શાળાના આચાર્યા ભવિષાબેન બર્બસિયા અને તાલીમાર્થી કટેશિયા નયનાબેન દ્વારા કરવામાં આવી હતી.
આ ખાસ પ્રસંગે અધ્યાપન મંદિરમાં માનદ શિક્ષણ સેવા આપતા દિપકભાઈ ત્રિવેદી, જાગૃતિબેન ત્રિવેદી અને ધર્મેન્દ્રભાઈ વિરાણીનું મહેમાનોના વરદ્ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત નૃત્ય અને ગુરુ ચોપડાનું ગાન કરવામાં આવ્યું. આભાર દર્શન હિનાબેન તન્નાએ અને કાર્યક્રમનું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial