Advertisement
Author: નોબત સમાચાર

તિરૂપતિ મંદિરમાં અજાણ્યા ભક્તે રૂ. ૧૪૦ કરોડની કિંમતના ૧ર૧ કિલો સોનાનું કર્યું દાનઃ નવી મિસાલ

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આપી માહિતીઃ

                                                                                                                                                                                                      

હૈદ્રાબાદ તા. ર૨: વિશ્વપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં અજાણ્યા ભક્તે ૧ર૧ કિલો સોનું ચઢાવ્યું છે, જેની કિંમત ૧૪૦ કરોડ રૂપિયા થવા જાય છે.

વિશ્વ પ્રસિદ્ધ તિરૂમાલા તિરૂપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાનની નવી મિસાલ કાયમ કરી છે. તાજેતરમાં એક અજાણ્યા ભક્તે મંદિરને ૧૪૦ કરોડ રૂપિયાની કિંમતનું ૧ર૧ કિલો સોનું દાન કર્યું છે. આ ભક્તે પોતાની શ્રદ્ધા અનુસાર જે રીતે અઢળક સંપત્તિનું દાન કર્યું છે, તેનાથી સૌ કોઈ આશ્ચર્ચકીત થઈ ગયા છે.

આ માહિતી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર કાર્યક્રમાં આપી હતી. ગુન્ટુર જિલ્લાના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડીએ આ દાનની માહિતી આપતા કહ્યું કે, 'એક ભક્તે તિરૂપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી કે, જો તેનો વ્યવસાય સફળ થાય, તો તે મોટું દાન કરશે.' આ ભક્તે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં અદ્ભુત સફળતા મેળવી છે. તેણે પોતાની કંપનીના શેર વેંચીને ૬૦૦૦ થી ૭૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ 'ભક્તે કહ્યું કે, તેને શ્રી વૈંકટેશ્વર સ્વામીની કૃપાથી ધન મળ્યું છે, જ્યારે તેમને ખબર પડી કે, મંદિરની મૂર્તિને દરરોજ ૧ર૦ કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે, ત્યારે તેમણે ૧ર૧ કિલો સોનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સોનાની કિંમત આશરે ૧૪૦ કરોડ રૂપિયા છે. ભક્તે કહ્યું કે તે ભગવાન શ્રી વેંકટેશ્વરને સમુદ્ધિનું પ્રતીક માને છે અને તેમની કૃપાથી જ તેને આ સફળતા મળી છે.'

તિરૂમાલાનું શ્રી વેંકટેશ્વર મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. અહીં સામાન્ય ભક્તોથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી, દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ દાન કરે છે. આ મંદિરમાં અગાઉ પણ મોટા પરમાણમાં દાન મળતું રહ્યું છે. મે ર૦રપ ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ ૩.૬૩ કરોડ રૂપિયાનો હીરાજડિત સોનાનો હાર દાન કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh