Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચપરમાં આંચકી આવતા પરપ્રાંતીય શ્રમિકનું મોત
જામનગર તા. ૨૭: કલ્યાણપુર તાલુકાના જામરાવલના એક યુવાને ગઈકાલે ખંભાળિયા આવી એક ગેસ્ટહાઉસમાં ઉતારો મેળવ્યા પછી ત્યાં અકળ કારણથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે કલ્યાણપુરના ચપર ગામમાં એક પરપ્રાંતીય શ્રમિકને આંચકી આવી ગયા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં રહેતા કિશોરભાઈ રામભાઈ ગોરાણીયા (ઉ.વ.૪૮) નામના યુવાન ગઈકાલે ખંભાળિયા આવ્યા પછી પરાગ ગેસ્ટહાઉસના રૂમ નં.૨૦૬માં ઉતર્યા હતા. જ્યાં તેઓએ અકળ કારણથી કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. આશિષભાઈ કિશોરભાઈ ગોરાણીયાએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના ચપર ગામમાં હેમતભાઈ પુંજાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના રોસર ગામના વતની ભરતભાઈ બીનુભાઈ બારેલા (ઉ.વ.૩૦) નામના યુવાનને બુધવારની રાત્રે આંચકી આવી જતાં હાથ-પગ, ગળા તથા છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવારમાં લઈ જવાયેલા આ યુવાનનું મૃત્યુ થયું છે. તેના નાનાભાઈ મંસારામ બારેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial