Advertisement
Author: નોબત સમાચાર

ખેતીવાડી વિભાગની સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતો અરજી કરી શકશે

જામનગર જિલ્લામાં તા. ર૬ એપ્રિલ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વર્ષ-ર૦ર૬-ર૭ માટે વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાકસંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિગેરે જેવા ૪ર ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ર૭-૩-ર૦ર૬ થી તા. ર૬-૪-ર૦ર૬ સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા ખૂલ્લું મૂકવામાં આવશે.

ચાલુ વર્ષે આઈ.ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલા ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર મારફત ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે.

વર્ષ-ર૦ર૬-ર૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે.

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા જામનગર જિલ્લાના ખેડૂતોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી / અરજી કરવા તમામ ખેડૂતોને મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh