Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી વેરાની રકમ ભરપાઈ કરવા તાકીદઃ
જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ૧૦૦ વ્યાજમાફી યોજના આગામી તા. ૩૧ માર્ચના પૂર્ણ થાય છે, જેનો લાભ લેવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.
ગત્ તા. ૧૩-ર-ર૦ર૬ થી તા. ૩૧-૩-ર૦ર૬ સુધી બાકી વેરાની રકમ ભરપાઈ કરનાઆ આસામીને વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. હાઉસ ટેક્સ, વોટર ચાર્જ, વ્યવસાય વેરા, કારખાના લાયસન્સ ફી અને ભાડાની બાકી રકમ ઉપર વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય, જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તિની કાર્યવાહીથી બચવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વેરાની રકમ ઓન લાઈન તેમજ જામનગર મહાનગરપાલિકા, મુખ્ય કેશ કલેક્શન વિભાગ, સિટી સિવિક સેન્ટરો (શરૂ સેક્શન, રણજીતનગર, ગુલાબનગર, ગ્રીન સિટી તથા સમર્પણ સર્કલ), જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન (ઓન કોલ ટેક્સ કલેક્શન) તથા મહાનગરપાલિકાની વેબસાઈટ અને જેએમસી કનેક્ટ મોબાઈલ એપ્લિકેશન પર સ્વીકારવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial