Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા બે પકડાયાઃ સાત ફરાર

ઓવરબ્રિજ નીચેથી એકીબેકી બોલતા બે ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના અંબર સર્કલ નજીક ઓવરબ્રિજ નીચે નોટના નંબર પર જુગાર રમતા બે શખ્સ પકડાયા છે. સાધના કોલોનીમાં એકીબેકી બોલતા બે શખ્સને પોલીસે દબોચી લીધા છે અને સાત નાસી જવામાં સફળ થયા છે. શાક માર્કેટ પાસેથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.

જામનગરના અંબર સર્કલ નજીક ઓવરબ્રિજ નીચે ગઈકાલે રાત્રે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા જીજ્ઞેશ અમૃતલાલ સોલંકી તથા અશોક ખોડમલ જેઠવાણી નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ દરવાજા પાસે ગઈકાલે રાત્રે નોટના નંબર પર એકીબેકી બોલતા ભાવેશ ભૂપતભાઈ ડોણાસીયા, પુંજાભાઈ નારણભાઈ સાગઠીયાને દબોચી લેવામાં આવ્યા હતા.

જામનગરની સાધના કોલોનીના બ્લોક નં.પ૧ પાસે ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા બિપીન સોમાભાઈ ચાવડા, આબીદ યુનુસ બ્લોચ નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૩૪૫૦૦ રોકડા, એક મોબાઈલ કબજે લીધો છે. પોલીસને જોઈને સાત શખ્સ નાસી ગયા છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે ભોઈના ઢાળીયા નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા અમિત હિતેશભાઈ પારજીયા નામના શખ્સને પોલીસે પકડી લઈ રોકડ, બોલપેન, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી ઝબ્બે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh